જ્યારે બોરિક એસિડને ગરમ કરવામાં આવે છે ત્યારે શું થાય છે ? સમજાવો.
$\mathrm{H}_{3} \mathrm{BO}_{3}$ (બોરિક અસિડ)ને $370 \mathrm{~K}$ કે વધુ તાપમાને ગરમ કરતાં, તે મેટાબોરિક ઍસિડ $\left(\mathrm{HBO}_{2}\right)$ માં ફેરવાય છે. તેને વધુ ગરમ કરતાં તે બોરિક ઓક્સાઈ $\left(\mathrm{B}_{2} \mathrm{O}_{3}\right)$ માં ફેરવાય છે.
$\mathrm{H}_{3} \mathrm{BO}_{3} \stackrel{370 \mathrm{~K}}{\longrightarrow} \mathrm{HBO}_{2} \longrightarrow \mathrm{B}_{2} \mathrm{O}_{3}$
નીચેનામાંથી કયું બંધારણ બોરોન ટ્રાયફ્લોરાઈડનું સાચું સૂત્ર દર્શાવે છે?
$Al$ એ એસિડ તેમજ બેઈઝ બંને સાથે પ્રક્રિયા આપે છે. જેથી તેને ઉભયગુણધર્મી કહે છે. એક એલ્યુમિનિયમ ફોઈલના ટુકડાને $HCl$ સાથે તથા $NaOH$ સાથે કસનળીમાં પ્રક્રિયા કરાવવામાં આવે છે. ત્યારબાદ કસનળીના છેડા પર સળગાવેલ દિવાસળી રાખતા અવાજ આવે છે. જે $H_2$ વાયુ મુક્ત થાય છે તે દર્શાવે છે. આ જ પ્રક્રિયા નાઈટ્રિક એસિડ સાથે કરતા જોવા મળતી નથી. સમજાવો.
કારણો આપો :
$(i)$ સાંદ્ર $HNO_3$ નું પરિવહન એલ્યુમિનિયમના પાત્રમાં કરી શકાય છે.
$(ii)$ ગટરની બંધ નળીને ખોલવા માટે મંદ $NaOH$ અને એલ્યુમિનિયમના ટુકડાનું મિશ્રણ ઉપયોગમાં લેવાય છે.
$(iii)$ ગ્રેફાઇટ ઊંજણ તરીકે ઉપયોગી છે.
$(iv)$ હીરાનો ઉપયોગ અપઘર્ષક તરીકે થાય છે.
$(v)$ એલ્યુમિનિયમ મિશ્ર ધાતુનો ઉપયોગ વિમાન બનાવવા થાય છે.
$(vi)$ એલ્યુમિનિયમના વાસણને આખી રાત પાણીમાં રાખવા જોઈએ નહીં.
$(vii)$ એલ્યુમિનિયમ તારનો ઉપયોગ સંચરણ વાયર બનાવવા થાય છે.
એલ્યુમિનિયમના ઊભયધર્મી સ્વભાવના વાજબીપણા માટે પ્રક્રિયાઓ લખો.
નીચેનામાંથી ક્યો લુઇસ એસિડ નથી ?